ઝારખંડ હાઇકોર્ટમાં અનુભા રાવત ચૌધરી નામનાં એક તેજસ્વી મહિલા જજ છે. એમને એક નવજાત શિશુ હોવાથી હાઇકોર્ટના વરિષ્ઠ જજને અરજી આપી કે મારે હાલ ધાવણું બાળક હોવાથી નિયમ મુજબ કાયદેસર ચાલુ પગારે 92 દિવસની રજા આપો. એમણે અરજી નામંજૂર કરી આથી મહિલા જજ સુપ્રીમ કોર્ટમાં ગયાં. સુપ્રીમ કોર્ટ ચોંકી ઉઠી. તેમણે હાઈકોર્ટના વરિષ્ઠ જજને પૂછ્યું કે અરજી કેમ નામંજૂર કરી ?
આથી ઉજળિયાત અને પાછો પુરુષ એવા વરિષ્ઠ જજનો અહં ઘવાયો ને તેમની અંદર મોજુદ જાનવર જાગી ઉઠ્યો આથી તેમણે અનુભાના વાર્ષિક રિપોર્ટમાં એમની વિરુદ્ધ અઘટિત રિપોર્ટ લખ્યો જેથી આ મહિલાનું પ્રમોશન અને પગાર વધારો અટકી જાય. આ તો ચોર કોટવાલને દંડે એવી વાત થઈ.
ફરી અનુભા સુપ્રીમ કોર્ટમાં ગયાં. આ કેસ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્ર અને જસ્ટિસ મનમોહનની બેચ સમક્ષ આવ્યો. બંને જજસાહેબ અપસેટ થઈ ગયા. તેમણે કહ્યું કે જ્યારે એક દલિત મહિલા આ દેશના રાષ્ટ્રપતિ હોય ત્યારે હાઈકોર્ટ એક દલિત મહિલા જજને આ રીતે કયા કારણે હેરાન કરે છે ? એનો ખુલાસો તત્કાળ ઝારખંડ હાઈકોર્ટ આપે.
ગયા સપ્તાહે રહસ્યમય વિમાન ક્રેશના સમાચારના પૂરમાં આ સમાચાર તણાઈ ગયા. આપણે વિચારવાનું એ છે કે અપરાધીઓને સજા દેનારા જજ પોતાના સાથી જજને એટલા માટે હેરાન કરે છે કે તે દલિત છે, તો મારા તમારા જેવા સામાન્ય નાગરિકને ન્યાય કયાંથી મળશે ? એ પણ જ્યારે ભારતના પ્રધાનમંત્રી સ્ત્રી સશક્તિકરણ અભિયાન ચલાવી રહ્યા હોય !!!
સંબંધિત મહિલાનો કસુર એટલો જ છે કે તે દલિત છે.
અર્ક::::::::
જીતવાનો મક્કમ નિર્ધાર, સફળ થવાની ઝંખના અને દ્રઢ સંકલ્પ
વ્યક્તિગત શ્રેષ્ઠતા ખોલવાની આ ચાવીઓ છે.
સિક્સર::::::::
વિમાનમાં એક જાડિયા પેસેન્જરનું વજન 140 કિલો અને લગેજ 20 કિલો હતું તો એલાઊડ, પણ હું ( ડો.હરીશ પટેલ ) 70 કિલો વજનનો રુડો રુપાળો , 23 કિલો વજનની બેગ લઈને આવ્યો તો મને કહ્યું; ” નોટ એલાઊડ “
ये सरासर नाइंसाफी नहीं ???