આધુનિક યુગમાં શાક રાંધવાની જે પદ્ધતિ છે તે ખોટી છે માટે આપણા શરીરને જરૂરી વિટામિન. મિનરલ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફેટ ના મળવાના કારણે દિન-પ્રતિ-દિન દર્દીઓ અને દવાખાનાં વધતાં જ જાય છે, વધતાં જ જાય છે.
શાક બનાવવાની સાચી રીત એ છે જે સનાતન સંસ્કૃતિ મુજબ આપણા પૂર્વજો રાંધતા હતા. અને તંદુરસ્ત રહેતા હતા.
ભીંડા સિવાય કોઈ પણ શાક બનાવવું હોય તો પ્રથમ એ શાકને બાફો અથવા ઉકાળો. પછી રાંધો. બાફવાથી એ શાકભાજીમાં રહેલા યુરિયા ખાતર, પેસ્ટીસાઇડ અને જંતુનાશક દવાઓના અંશ નષ્ટ થશે તથા રાંધતી વખતે તેલ ઓછું વપરાશે અને શાક બાફેલું હોવાથી જલ્દી ચડી જશે.
જો તમે એમ માનતા હો કે અમે વર્ષોથી જે રીતે રાંધીએ છીએ તે બરાબર છે, તો તમે પરસેવો પાડીને એકઠો કરેલો પૈસો લેવા માટે હોસ્પિટલની રિસેપ્શનિષ્ટ તમારું સ્વાગત કરવા તૈયાર છે. હું ( ડો.હરીશ પટેલ ) પ્રાર્થના કરીશ કે ભગવાન એવા લોકોને સદ્બુધ્ધિ અને વિવેકબુધ્ધિ આપે.
અર્ક::::::::
રોગ, વૃદ્ધાવસ્થા અને મરણ તારી પાછળ પડ્યા ત્યારે જ માતાજીને કાલાવાલા કરવા જાય છે અક્કલના ઓથમીર !!!
બદલાએલા સમયને જોઈને ચૂપચાપ બેસી રહો. જ્યારે સારો સમય આવશે ત્યારે ઈચ્છિત કામ થઈ જશે. સવાલ શ્રધ્ધાનો છે.
જે સ્થિતિને તેં મુફલિસી નામ આપ્યું,
તે જ મારી સાહ્યબી છે, એ તને નહીં સમજાય નાદાન !!!