÷÷÷÷÷÷÷÷÷÷÷÷
વિશ્વ યુદ્ધનો સંકેત આપતા ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં કુલ 300 નાં મોત. પેટ્રોલ મોંઘુ થવાથી ગરીબ દેશો વગર મોતે મરી જશે.
કેદારનાથમાં હેલિકોપ્ટર તૂટતાં 7 નાં મોત.
પુણેમાં પુલ તૂટતાં 30 જણ તણાયા.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી 8 નાં મોત.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વીજળી પડવાથી એક જ પરિવારના 4 ના મોત.
દિલ્હીમાં 100 ફૂટ ઉંચો મોબાઇલ ટાવર તૂટ્યો.
મથુરામાં ખોદકામ દરમ્યાન મકાન પડતાં 3 નાં મોત
ગુજરાતમાં વીજળી પડતાં 5 લોકોના મોત.
દેશમાં કોરોનાના 7373 સક્રીય કેસ થયા છે, અને છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત થયા છે. જ્યારે કુલ 87 લોકોના મોત થયા છે.
પોઝીટીવ સમાચાર
÷÷÷÷÷÷÷÷÷÷÷÷
C-DAC સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટરિંગમાં પ્રોજેક્ટ મેનેજર અને પ્રોજેક્ટ એન્જિનિયરના 311 પદો માટે 30 જૂન પહેલાં ઉમેદવારોએ cdac.in પર જઇને અરજી કરવી.
- ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ NIACL માં 500 એપ્રેન્ટીસ માટે 20 જૂન પહેલાં newindia.co.in પર જઈને અરજી કરવી.
પસંદ થયેલ ઉમેદવારને દર માસે 9,000/_રૂપિયા સ્ટાઈપેન્ડ મળશે. - સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં 4500 એપ્રેન્ટીસશીપ માટે સ્નાતક ઉમેદવારોએ 23 જૂન પહેલાં nats. education. Gov.in પર જઈને ફોર્મ ભરવું.
ઘરે બેઠાં ઓનલાઇન સરકાર માન્ય પ્રોપર્ટી કાર્ડ આ રીતે કઢાવો
e-milkat.gujarat.gov.in.anyror.gujarat.gov.in. અથવા https://iora.gujarat.gov.in. પોર્ટલ પર જઈ હોમ પેજ પર ” Digitally Sealed Property Card પર ક્લિક કરો. પછી ફોર્મ આવશે તે ફોર્મ ભરો.
——વધુ માહિતી માટે ડો.હરીશ પટેલનો સંપર્ક કરો.
સ16625
અર્ક::::::
ચારે બાજુ મૃગજળોની દિવાલ ઉભી કરી,
જોઈ રહ્યો છે એને હવે પ્યાસો માનવી.
પાણીનું એક બુંદ સુરજના એક કિરણથી નષ્ટ થઈ જાય છે. પણ જો તે જ બુંદ સાગરમાં રહે તો સુરજના કરોડો કિરણો તેને નષ્ટ કરી શકતા નથી. એ જ રીતે માણસ એકલો હોય તો તેનું કોઈ પણ બગાડી શકે છે. પણ જો તે કોઈ સંસ્થામાં જોડાય તો સંસ્થા તેને બચાવી શકે છે.
ભ્રષ્ટાચારના કરોડો રુપિયાથી વિદેશમાં મકાન ખરીદયું !
અરે ઓ રાષ્ટ્રવાદી સંસ્થાના સેવક ! એક શ્વાસ ખરીદી બતાવ તો જાણું કે તું શાણો છે !!!