सात समंदर पार से, गुडियों के बाजार से, गुडिया चाहे ना लाना, पप्पा ! जल्दी आ जाना !!!
આજે વિશ્વ પિતા દિન – પિતૃદેવો ભવ:
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
ઊરના એકાંતની વ્યગ્રતાનો વસમો આલાપ ગાય, પણ પિતાની વેદનામાં ” વેદ ” હોય છે.
એક ખામોશ પિતાની ઊજાસ વિનાનો આજે મૂંગો દિવસ છે.
પિતા જ્યારે જાય છે ત્યારે એક હુંફ ભર્યો અવાજ ચાલ્યો જવાથી સંભળાતો બંધ થાય છે.
પપ્પા એટલે જીવતર નામના ઘરનું અદ્રશ્ય છપ્પર
પિતા આર્થિક ઉપાર્જન કરવા સતત બહાર રહેતા હોવાથી કેટલીક સામાન્ય સ્તરની માતાને સંતાનોના કાનમાં અસંસ્કારી ઝેર રેડવા મોકળું મેદાન મળે છે. તેમ છતાં પિતા પોતાનું કર્તવ્ય નિભાયે જાય છે.
પિતાની ચિતા હોલવાય એ પહેલાં કેટલાક ઘરોમાં માલ-મિલકત બાબતે વારસાગત યાદવાસ્થળી રચાય છે.
આધુનિક યુગમાં પપ્પાના પ્યાર અને પરસેવા માટે સંતાનોની લાગણીઓને લકવો મારી ગયો છે.
માતા રડીને સંતાનો પાસે ધાર્યું કરાવે, આ બાબતે પિતાની અણઆવડત હોય છે.
માતાની આંખોમાં અમી હોય છે તો પિતા ઘરનો મોભ હોય છે. માતા બોલીને વ્હાલપ ઠલવે છે તો પિતા મૌનીબાબા બનીને પરિવારને આર્થિક અને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે.
પ્લેન ક્રેશથી પિતા વગરનો ફાધર્સ ડે ગમગીન બનીને સંતાનોનો વાત્સલ્ય ભર્યો સંબંધ ખંડિત બન્યો.
પિતા પાસેની ગજબની ગંભીરતા, બાળપણમાં ધમકી લાગે, કિશોરાવસ્થામાં સરમુખત્યાર જેવું અને યુવાનીમાં પડકાર સમાન લાગે છે. તેમના ગાંભિર્યના તળિયે નર્યો નિતરતો પ્રેમ હોય છે. દીકરો ઘડપણની લાકડી છે, દીકરી વ્હાલપનો દરિયો છે, મા મમતાની મુરત છે તો પિતા વાત્સલ્ય અને અમૃતનો મહાસાગર છે.
મા વ્હેતી નદી છે એટલે સંતાનો તેની વધુ નજીક રહે છે .તો પિતા પર્વત સમાન હોવાથી સંતાનોથી બાથ ભરી નથી શકાતી, માત્ર તેમની છત્રછાયામાં સુરક્ષિત ઉભા રહી શકે.
અર્ક::::::::
युं तो आते हैं सभी जाने के लिए,
मौत उसे कहते है, जिस पर दुनिया अफसोस करे ।।
ख्वाहिश थी मेरी की मैं बन जाउं महान ,
भगवान तो मैं नहीं बन सकता था,
फिर तय किया ” हरीश ” पहले बन जाउं इन्सान ।।
—–डो.हरीश पटेल