જો તમારે તમારા પરિવારને વારંવાર દવાખાને ના મોકલવા હોય તો રોટલી બનાવવાની આ ટિપ્સ અમલમાં મૂકો.
- લોટ એકદમ ઝીણો ના દળો/ દળાવો.
- લોટ 10-12 દિવસ ચાલે એટલો જ દળાવો
- ઉનાળામાં 7 દિવસ ચાલે એટલો જ લોટ દળાવો.
- રેડીમેડ કે મલ્ટી ગ્રેન લોટ ના વાપરો.
- ખૂબ મહેનત કરતા હોય એમણે લોકવન ઘઉંની , વધુ શ્રમ ના કરતા હોય એમણે ટુકડી ઘઉંની, અને ફિજીકલ વર્ક ના કરતા હોય પણ માનસિક શ્રમ કરતા હોય તેમણે બંસી ઘઉંની રોટલી ખાવી હિતાવહ છે.
- પંજાબી અને મહારાષ્ટ્રીયનો ખડતલ એટલા માટે હોય છે કેમ કે તેઓ રોટલીમાં તેલનું મૉણ નથી કરતા. ગુજરાતીઓએ દિવેલનું મૉણ કરવું લાભદાયક છે.
- ઘઉંના લોટમાં વિટામિન બી હોય છે.
- ઘઉંનો ઝીણો લોટ આંતરડામાં ચોંટી જાય તો નુકસાન કરે છે.
- નવ કિલો ઘઉંમાં એક કિલો સોયાબીન નાખી બનાવેલી રોટલી સ્વાસ્થ્યવર્ધક છે. બે કરતાં વધુ લોટ મિલાવવા નહીં.
કાં તો શાક-રોટલી ખાવ, કાં તો દાળ-ભાત ખાવ, પણ દાળ, ભાત, શાક, કઠોળનું શાક, રોટલી એક સાથે જમવું હિતાવહ નથી. - ઘઉંના ફાડા લાપશી કે ઘઉંના ફાડાની કે કણકીની ખીચડી ખાવી ઊત્તમ ગણાય છે.
અર્ક:::::::::
ઘઉં ગુજરાત અને ઉત્તર ભારતમાં જ વધારે ખવાય છે. દક્ષિણ ભારતીયો અને પશ્ચિમ બંગાળમાં કોઈ ઘઉં ખાતું નથી. ભાત, માછલી , ઈડલી, ઢોંસા ખાય છે. પણ આઈએએસ, આઈપીએસ , કમિશનર કે સરકારમાં સેક્રેટરી કે અંડર સેક્રેટરી બનીને દેશ ચલાવે છે. ગુજરાત અને ઊત્તર ભારતના આઈએએસ, આઈપીએસ કે કમિશનર કે સેક્રેટરી બહુ જ ઓછા એકલ દોકલ હોય છે . ગુજરાતીઓની વેપારમાં માસ્ટરી હોય છે !!!
ચાલો ! નાસ્તો ખાતાં શીખીએ
- ચા અને રોટલીનો સવારનો નાસ્તો નુકસાનકારક છે.
- સવારના નાસ્તામાં
પૌંઆ, ઉપમા, દલિયા, ઓટ્સ અને સિઝનલ ફળ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે.
રાત્રે પલાળેલા ડ્રાય ફ્રૂટ અને અફઘાનિસ્તાનની બીજવાળી કાળી દ્રાક્ષ તથા ઓર્ગેનિક સિંગદાણા સવારના નાસ્તામાં ખાવામાં આવે તો તે પૌષ્ટિક હોવાથી સ્વાસ્થ્ય સુધારે છે.
ઇલાજ:::::::
સવારે નરણા કોઠે પાંચ દાણા ઓર્ગેનિક મેથીના અને રાત્રે દસ દાણા ઓર્ગેનિક મેથીના પાણી સાથે ગળવામાં આવે તો ડાયાબીટીસ થતો નથી, ને થયેલો હોય તો મટી જાય છે.
——-ડો.હરીશ પટેલ