વિમાની અકસ્માતનું કારણ બર્ડ હિટ ???

પક્ષીની પાંખ અડવાથી વિમાન તૂટી પડવાના બનાવો ભૂતકાળમાં અનેક બન્યા છે. જો કે સાચું કારણ તો મળી આવેલું બ્લેક બોક્ષ કહેશે પણ હાલ તુરત તો અનુમાન જ થઈ શકે !!!
અમદાવાદ એરપોર્ટ ફરતે ઘણા કતલખાના આવેલા છે. અને એના કારણે ત્યાં મોટા પક્ષીઓ જાનવરોના અવશેષો ખાવા મંડરાતા હોય છે. ગુરુવારના આ વિમાની અકસ્માતમાં પણ બર્ડ હિટના કારણે બન્ને એન્જીનને પાવર મળતો બંધ થઈ ગયો હોય અને એક મિનિટ ચાલીસ સેકંડમાં વિમાન તૂટી પડ્યું હોવાનો સત્તાવાર ઉલ્લેખ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન DGCA એ કર્યો છે.
જો આમ નહોતું બન્યું તો પછી વિમાને ટેક ઓફ કર્યું એ પહેલાં પેટ્રોલનો વાલ્વ ચાલુ કરવાના બદલે કોણે બંધ કર્યો, જે ચકાસવાનો અધિકાર માત્ર ગ્રાઉન્ડ ટીમને જ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે કેન્દ્ર સરકારને જોર આવે છે , અને જવાબદારી નથી લેવી એટલે એરપોર્ટ, રેલ્વે સ્ટેશન અને ઘણું બધું વેચી માર્યું તેમ એર ઇન્ડિયા પણ ટાટાને વેચી માર્યું છે.

અર્ક:::::::
માફી ભૂલ કરવાવાળાને મળે, ચાલાકી કરવાવાળાને નહીં.

ચિંતન::::::::
Anything that is free, you heavily paid by your time.
અર્થાત:: જે મફતમાં મળે છે એની ચૂકવણી સૌથી મોંઘી હોય છે, કેમ કે એની ચૂકવણી સમયથી કરતા હો છો.

સિક્સર::::::
તમે કોઈને કહો કે બ્રહ્માંડમાં 100 અબજ તારા છે તો માની લેશે, પણ જો એમ કહેશો કે બાંકડાનો કલર તાજો છે માટે બેસતા નહીં, તોયે એ નંગ આંગળી તો અડાડશે જ.

ઈલાજ::::::
નરણા કોઠે એક ગ્લાસ ગરમ પાણીમાં અડધું લીંબુ નીચોવીને પીશો તો શરીરની અંદર પડી રહેલી બધી ગંદકી સાફ થઈને બહાર નીકળી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *