શું સ્ત્રીને મારો તો જ સીધી રહે ?
શું સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ હોય છે ?
તમામ ગાળો મા-બહેન માટે જ કેમ હોય છે. ?
શું કન્યા ચીજવસ્તુ છે તે મા-બાપ કન્યાદાન કરે છે ?
શા માટે દીકરીએ ગાયની જેમ તેને દોરીએ ત્યાં જવું જોઈએ ?
જન્મતાં પહેલાં જ શા માટે દીકરીને મારી નાખવામાં આવે છે ?
શા માટે દીકરી એ પારકી થાપણ કહેવાય છે. ?
20-25 વર્ષ ઉછેરીને મોટી કરેલી દીકરી કે દીકરો અજાણ્યાના પ્રેમમાં પાગલ થઈ માતા-પિતાને કેમ ભૂલી જાય છે ?
તંદુરસ્ત શરીર એજ સાચું ધન છે એ હોસ્પિટલની પથારીમાં જ કેમ સમજાય છે ?
આરોગ્યના ભોગે માનવી પૈસાની પાછળ આંધળી દોટ મૂકે છે, પછી ગુમાવેલું આરોગ્ય પાછું મેળવવા પસીનો પાડીને મેળવેલું ધન કેમ ખર્ચે છે. ?
માણસને સ્મશાનમાં વૈરાગ્ય આવે છે પણ ઘરે આવીને પાછો લડાઈ ઝઘડા કેમ કરે છે ?
માથે બોસ બેઠો હોય તો જ માણસ કેમ કામ કરે છે ?
અર્ક:::::::
ડિગ્રી તો ગોખીને મેળવી શકાતું ફીની રસીદ જેવું કાગળ છે. તમારું યોગદાન અને તમારો સ્વભાવ શિક્ષણની પારાશીશી છે.
દુશ્મન શોધવા બહાર શું કામ ફાંફાં મારો છો ?
સગાંને અજમાવી જુઓ !!!
અમદાવાદમાં 27 જૂનના રોજ યોજાનારી રથયાત્રામાં 25000 પોલીસ રથ અને ભક્તોનું રક્ષણ કરશે.!!!
લોકો બાકીની જિંદગી જેલમાં ગાળવા અબજો રૂપિયા અને પ્રોપર્ટી શું કામ એકઠી કરતા હશે ???!!!