વસિષ્ઠસંહિતા , યાજ્ઞવલ્કય સ્મૃતિ, મનુસ્મૃતિ , શ્રીમદ્ ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત અને પાતંજલ યોગ પ્રદિપ જેવા ઓથેન્ટીક ગ્રંથો લખે છે કે યોગસન ચિકિત્સા પદ્ધતિ નથી, યોગાસન હેરત પમાડે એવા અંગ કસરતના પ્રયોગો નથી, યોગાસન શારીરિક વ્યાયામ પદ્ધતિ નથી, યોગાસન યોગ નથી, યોગાસન ચમત્કારી શક્તિઓ મળતી નથી. યોગાસનથી પેટ અંદર ખેંચીને લોકોને મામા બનાવી ધન એંઠવાનું સાધન નથી, યોગાસનની આડમાં મિલાવટી પ્રોડક્ટ્સ વેચીને ઉદ્યોગપતિ બનવાનું સાધન નથી.
યોગ દૈવી શક્તિ છે. યોગાસનનો અભ્યાસ અધ્યાત્મ પથ પર જવાનો સહાયક છે. મહર્ષિ પતંજલિએ ” યોગ પ્રદિપ ” ગ્રંથમાં અષ્ટાંગ યોગ દર્શનમાં લખ્યું છે કે અષ્ટાંગ યોગ ક્રમિક છે, અર્થાત ક્રમબદ્ધ છે. 1. યમ 2. નિયમ 3. યોગાસન 4. પ્રાણાયામ 5. પ્રત્યાહાર 6. ધારણા 7. ધ્યાન અને 8. સમાધિ. અર્થાત યમ સિધ્ધ કરો પછી નિયમ, અને નિયમ સિધ્ધ કરો પછી જ યોગાસન સિધ્ધ કરો તો જ યોગાસનનું ફળ મળે. એ રીતે દરેક સિધ્ધ કરતાં કરતાં છેલ્લે સમાધિ સિધ્ધ કર્યા પછી અધ્યાત્મ પથ જવાનું દ્વાર ખુલે.
આપણે આપણા બાળકને પહેલાં ધોરણ 1 માં બેસાડીએ છીએ. આધુનિક યોગ શિક્ષકો યમ નિયમ સિધ્ધ કરાવ્યા સિવાય ધોરણ 3 યોગાસન, ધોરણ 4 પ્રાણાયામ અથવા ધોરણ 7 ધ્યાન શીખવે છે તે યોગ નથી પણ વ્યાયામ છે. તેનાથી યોગનું ફળ મળતું નથી.
ગુજરાતમાં એક માત્ર ડો.હરીશ પટેલ જ યમ નિયમ શિખવ્યા પછી જ યોગાસન શીખવે છે.
અર્ક:::::::
કયો સબંધ જાળવવો અને કયો તોડવો એની સમજ નાદાનોને હોતી નથી. સંબંધી નુકસાન કરે ત્યારે મોડું થઇ ગયું હોય છે. અમુક સબંધ પેઈન બને ત્યારે પૂર્ણવિરામ મૂકવું જોઈએ.
સાઇબર ફ્રોડના કેસોમાં બેન્ક મેનેજરોને જવાબદાર ઠેરવાય તો સાયબર ફ્રોડ આપોઆપ બંધ થઈ જાય. કેમ કે સજ્જનોના અને ગુનેગારોના ખાતા બેન્ક મેનેજર જ ખોલે છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સાઇબર ફ્રોડની જવાબદારી બેન્કની જ છે.