વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO ના અહેવાલ મુજબ 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો પાસે આત્મ રક્ષાથી માંડીને ભરણપોષણ સુધીના અધિકારો છે.
જે સંતાનોએ કે વારસદારોએ વૃદ્ધોની મિલ્કત તેમના નામે ટ્રાન્સફર કરાવી હોય કે બળજબરીથી કરાવી હોય કે ખોટી સહીઓ કરીને કરાવી હોય અને તેમની સંભાળ ના રાખતા હોય, તો આવા વૃદ્ધોને તેમના જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા સબઓર્ડિનેટ મેજિસ્ટ્રેટ મિલ્કતના કબજેદારને ખાલી કરવાનો આદેશ આપી શકે છે.
કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકોને કાનૂની સહાય માટે સવારે 8 થી રાતના 8 વાગ્યા સુધી ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર 14567 જારી કર્યો છે જે અસહાય વૃદ્ધોને ભાવનાત્મક ટેકો આપવા, દુર્વ્યવહારની ઘટનાઓ અટકાવવા અને રક્ષણ આપવા માટે મદદ કરે છે.
આ ઉપરાંત વૃદ્ધો રાષ્ટ્રીય ઇમરજન્સી નંબર 112 પર સીધા પોલીસને ફોન કરી શકે છે.
વૃદ્ધોના કલ્યાણની સરકારની જવાબદારી બંધારણની કલમ 41 માં નિશ્ચિત છે. કલમ 21 માં જીવનનો મૂળભૂત અધિકાર છે. જે મુજબ વૃદ્ધો માટે રાષ્ટ્રીય નીતિ બનાવવામાં આવી છે.
જો બાળકો ગેરવરતન કરે કે ઘરમાંથી કાઢી મૂકે તો વૃદ્ધો તેમના વિસ્તારના કલેક્ટર પાસે લેખિત ફરિયાદ કરી શકે છે.
હિન્દુ દત્તક અને જાળવણી અધિનિયમ HAMA 1956 ની કલમ હેઠળ વૃદ્ધોના કલ્યાણ માટે જોગવાઈઓ છે.