સાજીદ નડિયાદવાલાની કોમેડી થ્રિલર ફિલમ ” હાઉસફુલ 5 ” એક આલીશાન જહાજમાં અબજપતિના વારસદાર હોવાનો દાવો કરતા ત્રણ જણ પૈકી કોકનું મર્ડર થાય છે તેની ફિલમ હાઉસફુલ 5 એ અને હાઉસફુલ 5 બી એમ બે ફિલમમાં હત્યા થાય છે. પણ બંને ફિલમમાં વાર્તા એક પણ હત્યારા અલગઅલગ અને ક્લાઈમેક્સ અને અંત પણ જુદા જુદા.
ક્લાઈમેક્સ નહીં કહું, જો કહીશ તો એક સરસ ફિલમ જોવાની મઝા મારી જશે. મારી ( ડો.હરીશ પટેલની ) કિશોરવયથી પહેલા શુક્રવારે પડતી નવી ફિલમ પહેલા શૉ માં જોવાની તલપ 81 મા વર્ષે પણ અકબંધ હોવાથી આ ફિલમ જોવાની મને તો મઝા આવી. તમને પણ આવશે. તો ચાલો, કાલાબજારમાં ढाईसो का पानसो, ढाईसो का पानसो !!! અર્ક:::::::::
જેની આંખમાં આંસુઓનો દરિયો હતો અને મહાદર્દનું પાણી હતું તેવી મહાન અભિનેત્રી મીનાકુમારી શૂટિંગ કરીને ઘરે જાય ત્યારે બંગલાના ચોકીદારે મીનાકુમારીને નગ્ન કરીને હંટર મારવા અને કુકર્મ કરવું એવો મીનાકુમારીના પતિ કમાલ અમરોહિનો ઓર્ડર હતો. કદાચ એટલે જ મીનાકુમારીની આંખોમાં આંસુઓનો દરિયો હતો.