÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ ભલાઈના કામ કરવાથી જીવન સુંદર, સુખી, સુશોભિત અને અવિસ્મરણિય બની રહેવા પામે છે. અને પ્રાર્થના કરવાથી હ્રદય જીવંત થશે, તથા મનવાંછનાઓ પર કાબૂ મેળવી શકાશે. વિશ્વાસઘાત, આડંબર, બીજાની પ્રોપર્ટી હજમ કરી જવી, દગો, ફટકો, છેતરપિંડી જેવા કાર્યોથી છેડો ફાડીને આદર્શ જીવન જીવવાની ઈચ્છા જાગૃત થશે. માંદગી અને મુસીબતો દૂર થશે.
ટેલીપથી એ આધુનિક વિજ્ઞાને સ્વીકારેલું શાસ્ત્ર છે. તમે કોઈને યાદ કરો તો તે પણ તે વખતે તમને યાદ કરે છે, ફોન કરે છે કે મળવા આવે છે.તમને બીજા માટે ખરાબ વિચાર આવે તો બીજાને તેની ખબર પડી જાય છે. અને તે ભલા માણસને બચવાનો રસ્તો તેનો અંતર આત્મા બતાવે છે.
ઊનાળાના બળબળતા બપોરે એક માજી માથે પોટલું લઈને પરસેવે રેબઝેબ થતા જઇ રહ્યા હતા. એટલામાં એક ઘોડેસ્વાર ત્યાંથી પસાર થયો. માજીએ કહ્યું; ” ભઇલા, મારું આટલું પોટલું લેતો જા ને, આગળના વિસામે મૂકી દેજે. ” ઘોડેસ્વારે ના પાડી અને ચાલ્યો ગયો. આગળ જતાં તેને વિચાર આવ્યો કે પોટલામાં કપડાં લત્તાં અને દરદાગીના હશે. લઈને ભાગી જાઉં, ડોસી મને ક્યાં પકડી શકવાની છે. એમ વિચારીને પાછો ડોસી પાસે આવ્યો અને બોલ્યો; ” લાવો માજી પોટલું. “
” ના બેટા, તું તારે જા. “
” કેમ શું થયું માજી ? “
” તને જેણે કીધું એ જ મારા માંહ્યલાએ મને પણ કીધું !!!”
માજીએ જવાબ આપ્યો.
અર્ક::::::
जीत जाएंगे हम अगर सच्चाई हमारे संग है,
हारोगे तुम यकीनन, क्यूंकि छल कपट तुम्हारे पास है ।।
આજનો સમાજ એક યુવતી અને એક યુવકનાં લગ્ન નથી ગોઠવતો. સમાજ હંમેશાં બે પાત્રોની લાયકાતના લગ્ન યોજે છે. લાયકાત ડિગ્રીની હોય, દેખાવની હોય , સામાજિક-આર્થિક પ્રતિષ્ઠાની હોય કે ચામડીના રંગની હોય છે. !!!
ना उम्र का हो बंधन,
जब प्यार करे कोई, तो देखे केवल मन ।।
શ્રધ્ધા પર જ્યારે નાની સરખી પણ આંચ આવે છે ત્યારે શંકાનો જન્મ થાય છે. શંકા નામનો રાક્ષસ શ્રધ્ધાને ભરખી જાય છે. સંબંધમાંથી શ્રધ્ધા જાય અને શંકા આવે એટલે ઘણના મારથી ના તૂટે એવા સંબંધ તૂટી જાય છે.
ना जाने कैसे, पल में बदल जाते हैं, ये दुनिया के बदलते रिश्ते???
रिश्ते कहां तूटे कोई, जो बदल जाए वो रिश्ते नहीं ।।
—–ડો.હરીશ પટેલ