÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
ભારત પાકિસ્તાનના 1947 ના યુદ્ધમાં 3000 સૈનિકો , 1965 ના યુદ્ધમાં 3264, 1971 ના યુદ્ધમાં 3843 અને 1999 ના કારગિલ યુદ્ધમાં 527 જવાનો શહીદ થયેલા. પણ જમ્મુ અને સ્વર્ગ સમાન કાશ્મીરને નર્ક બનાવવા 20,000 લોકોને પાકિસ્તાને ભારતના જવાનોને મારી નાખ્યા એમ ભારત સરકાર સત્તાવાર રીતે કહે છે.
પાકિસ્તાન સરહદે સખણું રહેતું નથી. ને ભારતે સુરક્ષા માટે અબજો રૂપિયા ખર્ચવા પડતા હોય તથા યુદ્ધ વગર હજારો જુવાનો મરતા હોય તો ભારતે એકવાર આરપારની લડાઈ લડી લેવી જોઈએ. શું પાકિસ્તાનના પરમાણું બોમ્બ, અમેરિકા કે ઈસ્લામી દેશોથી ભારત ડરે છે તે ભારતની ઝીરો ટોલરનસ નીતિનો સંદેશો આપવા કેન્દ્ર સરકાર ભારતનું પ્રતિનિધિ મંડળ સ્પેન મોકલે છે ??? પાકિસ્તાનને એનાથી કંઇ ફરક પડતો નથી.
આતંકવાદનું સ્લો પોઈઝન ભારતને ધીરે ધીરે મારી રહ્યું જ છે તો પછી યુદ્ધ કરીને એકવાર આ ઝઘડાનો કાયમ માટે નિવેડો લાવવામાં ભારતને વધારે ફાયદો છે.
પાકિસ્તાન એક બોમ્બ ફેંકીને આપણા દેશને ખતમ ના કરી શકે પણ ભારત એક બોમ્બ ફેંકીને પાકિસ્તાનને નેસ્તનાબૂદ કરી શકે એમ છે. તેથી ડરવાની જરૂર પાકિસ્તાનને છે. કમનસીબે ભારત ડરે છે !!!

અર્ક:::::::
હિંદુઓની નસોમાં અધ્યાત્મની ધારા વહે છે.
——ડો.હરીશ પટેલ
ND NRI USA

પતિ શિવ છે તો પત્ની શક્તિ છે. બંનેએ પોતાનો અહમ ઓગાળીને સમાજ કલ્યાણ માટે કામો કરવાના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *