વિશ્વમાં મુસલમાનોની સંખ્યા 1 અબજ છે. તે પૈકી એશિયા ખંડમાં સૌથી વધુ અને બીજા ક્રમે આફ્રિકા છે.
સમગ્ર દુનિયામાં અરબ, પાકિસ્તાન, ઈરાન, ઈરાક, અરબસ્તાન, અફઘાનિસ્તાન, ઈન્ડોનેશિયા, સિરિયા, એડન, લેબનોન, તુર્કી, મલાયા, કુવૈત, દુબઈ, કતાર , બાંગ્લાદેશ અને પેલેસ્ટાઇન વગેરે દેશોમાં મુસ્લિમ શાસકો સત્તા સ્થાને છે.
એશિયા ખંડના બીજા મોટા દેશો પૈકી હિન્દુસ્તાન, રશિયા અને ચાઈનામાં તો મુસ્લિમોની સંખ્યા કરોડોને આંટી ગઈ છે.
આફ્રિકા ખંડમાં ઈજિપ્ત, સુદાન, લિબિયા, અલ્જીરીયા, ટયુનિસ, મોરોક્કો, માડાગાસ્કર અને નાઈજીરિયા મુસ્લિમ દેશો છે.
મધ્ય અને દક્ષિણ આફ્રિકા, યુરોપ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં મુસ્લિમોની વસ્તી નોંધપાત્ર રીતે વધી રહી છે.
મોટા શહેરો જેવા કે લંડન, પેરિસ, બર્લિન, રોમ, એસ્ટરેડમ , લિસ્બન, બુડાપેસ્ટ, બેલગ્રેડ ,મોસ્કો,કેનબેરા અને સીડની વગેરેમાં મુસ્લિમોએ ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કેન્દ્રોની સ્થાપના કરીને મસ્જિદો બનાવીને 5 ટાઈમ નમાજ પઢે છે.
અત્યારે વસ્તીની દ્રષ્ટીએ વિશ્વના 14 મોટા ધર્મોમાં ખ્રિસ્તી પ્રથમ અને ઇસ્લામ બીજા ક્રમે છે. હવે એમ લાગી રહ્યું છે અને ચિંતાનો વિષય એ છે કે ઇસ્લામ પ્રથમ ક્રમે આવીને દુનિયા પર શાસન કરશે એમ ભવિષ્યવેત્તાઓની આગાહીઓ કહી રહી છે, ત્યારે હિન્દુસ્તાને જાગવાની જરૂર છે.
જાતિવાદને ફગાવીને અને બહુમતીના કેફમાંથી બહાર નિકળીને હિન્દુઓ જો સવેળા સંગઠિત નહી થાય તો પતન નિશ્ચિત છે. બાય ધ વે, હિન્દુ ધર્મ નથી, સંસ્કૃતિ છે.
અર્ક::::::
જેવી રીતે ડાઈસોનાર જેવા જીવો પૃથ્વી પરથી લુપ્ત થયા તેમ હવે ગ્લોબલ વોર્મિંગના કારણે માનવજાતનો અંત આવશે એમ લાગવાથી અમેરિકાના એલન મસ્ક પૃથ્વીવાસીઓને બીજા ગ્રહ પર મોકલવાની તજવીજ કરી રહ્યા છે.
કેમ કે આજકાલ 45-50 એ પહોંચેલું તાપમાન 50-60 એ પહોંચવાની સંભાવના હોવાથી લોકો ઘરમાં જ સળગી મરશે. જો પ્રદુષણ ઓછું નહીં કરે તો !!!
—–ડો.હરીશ પટેલ