આ એપ 222 જીવનમાં એકલતાથી પીડાતા લોકોને જોડવાનું કામ કરે છે.
222 ડેટિંગ એપ નથી, તે એક એઆઈ આધારિત સોશિયલ એક્સપીરિયન્સ પ્લેટફોર્મ છે જે લોકોને તેમના સ્વભાવ, પસંદગી અને વિચારોને આધારે રિયલ લાઈફ ઈવેન્ટમાં મળે છે. પછી એઆઈ અલ્ગોરિધમ યુઝર્સની પ્રોફાઇલ બનાવે છે.
આમાં કોઈ ફોટા નથી હોતા. એઆઈ અલગોરિધમ નક્કી કરે છે કે તમે કોને મળશો. દર વખતે એક નવી ક્યુરેટેડ સોશિયલ ઈવેન્ટ હોય છે.
લોકોનો એકલા વિતાવવાનો સમય વધ્યો હોવાથી આ એપની જરુર પડી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે આ મેસેજ રજુ કરનાર ડો.હરીશ પટેલ @ॐ રુપમ જી ની ઉંમર 80 વર્ષની છે. તેઓ 28 વર્ષથી એકલા રહેતા હોવા છતાં તેમને ક્યારેય એકલતાએ સતાવ્યા નથી. કેમ કે તેમની પાસે રોજ નવું નવું લખવા વાંચવાની અને ગીત-સંગીત સાંભળવાની તથા વૈશ્વિક સેવા કરવાની આર્ટ છે. તેઓ જગત બદલવા નીકળ્યા નથી, પણ પોતે બદલાયા છે એની નોંધ જગતે લીધી છે. તેઓ ઇન્ડિયા અને અમેરિકા એમ બે દેશના નાગરિક છે. તેમણે કેળવેલી લખવા વાંચવાની આર્ટ , આસકિતનો ત્યાગ અને અનેક દર્દીઓની નિ:શુલ્ક સારવારના કારણે તેઓ સતત એટલા વ્યસ્ત રહે છે કે તેમને 24 કલાક ઓછા પડે છે.
તેઓ જ્ઞાન અને ધન નિરંતર વહેંચતા હોવાથી કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ તેમનું જ્ઞાન અને ધન સતત વધતું જ રહે છે. તેઓ સંન્યાસી હોવાથી સામાજિક કુરિવાજો પાળતા નથી કે સામાજિક વહેવાર કરતા નથી.
અર્ક:::::::
જો તમે ઊંચાં સપનાં જોતા હશો તો તમારે ઊંચી કિંમત ચૂકવવી પડશે, અને ઊંચી હિંમત કેળવવી પડશે.
અજ્ઞાન, અભાવ અને આસકિતના કારણે આધુનિક યુગમાં રોગોની સતત વૃદ્ધિ થતી રહી હોવાથી દિન-પ્રતિ-દિન દર્દીઓ, દવાઓ, દાકતરો અને દવાખાનાં વધતાં જ જાય છે.