ઈસ્લામના આગમન પછી જે થયું એ તલવારની ધારે થયેલું ભય પ્રેરિત ધર્માંતરણ હતું . અંગ્રેજોના આગમનથી ધર્માંતરણ પાછળના કારણોમાં લોભ, લાલચ, સગવડતા અને કેટલાંક સામાજિક કારણો પણ ઉમેરાયાં.
મધ્ય યુગ વખતે હિન્દુ ધર્મમાં ઉંચ-નીચ અને આભડછેટનો જાતિભેદ એટલો તીવ્ર હતો કે દલિત વર્ગને માણસ તરીકે પણ ગણતરી થતી ન હતી. આ ભેદભાવને ખ્રિસ્તી મીશનરીએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો, જે આજે પણ ચાલુ છે.
આજે પણ સામાજિક તિરસ્કાર અટકતા નથી માટે ધર્માંતરણ અટકતું નથી. જૈન કે બૌધ્ધ ધર્મમાં ધર્માંતરણ થયું એ લોભ, લાલચ કે ધમકીથી થયું ન હતું પણ અંગત સમજ અને રુચિના કારણે થયું હતું.
પોતાના ધર્મમાં તિરસ્કાર અને અવલેહનાથી ત્રાસીને જે લોકો પાખંડી ધર્મગુરુના શરણે ગયા તેમના તન, મન અને ધન એમણે લૂંટયા. આથી ધર્મગુરુઓ માલેતુજાર થવાથી અને રાજનેતાઓની વોટબેન્ક થવાથી 1400 પાખંડી બાબાઓ પેદા થયા. તે પૈકી કેટલાક જેલમાં ગયા તો કેટલાક આજે પણ મહેલ જેવા આશ્રમમાં મ્હાલે છે.
આસારામ, રામ રહીમ, નિર્મલ બાબા , રાધે મા, નારાયણ સાઈ, ઓમબાબા, સચિદાનંદ ગીરી, ભીમાનંદ, અસીમાનંદ, ॐ નમ શિવાય બાબા, કુશ મુનિ, બૃહસ્પતિ ગીરી અને મલકાન ગીરી મોટા માથા છે.

અર્ક::::::::
નિસ્વાર્થ ભાવે કરેલી સેવામાં અને દ્રઢ સંકલ્પ શક્તિમાં પરિણામ બદલવાની તાકાત હોય છે .

——–ડો.હરીશ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *