2024 માં પ્રથમ છ માસમાં મરાઠાવાડમાં 430 ખેડૂતોએ અને 2025 માં આ સમયગાળા દરમ્યાન 520 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. અર્થાત 20 % વધારો નોંધાયો હતો. અને આપઘાત કરનાર ખેડૂતોના પરિવારોને વળતર ચૂકવાયું હતું.
જો આ વળતરની જે રકમ મરેલા ખેડૂતના પરિવારને ચૂકવાઈ તે રકમ મર્યા પહેલાં ચૂકવાઈ હોત તો ખેડૂતો કદાચ જીવતા હોત !!!
જેમને જરુર નથી તેમના પર મહેરબાન થઈ કરોડો ₹ ની લોનો આપીને માફ કરો છો તો પછી જગતના તાત એવો ખેડૂતો શું ખોટા છે !!!
ખેડૂત આંદોલન દરમિયાન મરેલા 700 ખેડૂતો અને સતત આપઘાત કરતા ખેડૂતોની અને નોંધારા થતા તેમના પરિવારોની હાય તમને નહીં લાગે એમ તમે માનો છો ???

અર્ક:::::::::
આપણું મૂલ્ય આચરણની વિનમ્રતાથી નક્કી થાય છે.
——–આજે બસ આટલું જ,
શુભરાત્રિ
Naturally Yours
-Dr. Harish Patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *