લગ્નના 18 વર્ષ સુધી ડોક્ટર્સના અનેક પ્રયત્નો પછી પણ ખોળાના ખુંદનારથી વંચિત રહેલા યુગલના ઘરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કિલકિલાટ સાંભળવા મળશે.
પુરુષના વિર્યમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી હોય તો ટેકનોલોજીની મદદથી સંતાઈ રહેલુ શુક્રાણુ શોધી કાઢીને પત્નીના રજ:પિંડ સાથે મિલન કરાવીને સ્ત્રી ગર્ભવતી બની શકે છે.
” સ્પર્મ ટ્રેકિંગ એન્ડ રિકવરી ” તરીકે ઓળખાતી આ પધ્ધતિથી વિશ્વમાં પહેલીવાર ગર્ભ ધારણ શક્ય બન્યું છે. જે કામ 18 વર્ષમાં નહોતું થયું તે બે દિવસમાં થયું.
જેમ તમે આ વાત માનતા નથી તેમ મા બનનાર મહિલા પણ માનતી નહતી પણ સ્કેન રિપોર્ટ જોયા પછી તેને મા ની ડિગ્રી મળવાની છે એની ખાતરી થઈ. એમાંય થોડા સમય પછી તેના સંતાને તેના પેટમાં લાત મારી પછી કન્ફર્મ થયું.
अब की बार, एआई सरकार
एआई है तो मुमकिन है ।।
અર્ક::::::::
જૂના સંબંધ તૂટે છે પણ તેમના ઊપકાર मरते दम तक ભૂલી શકાતા નથી.
ચેતજો ! મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવો છો ?
યાદ રાખજો, હું ગયેલો સમય નથી કે પાછો ના આવું.
હ્રદયના શુધ્ધ માનવીને સમાજનાં બંધન ગમતાં નથી,
ના પરવા એને માનની તોય જગત આખું એનું સન્માન કરે કરે છે.