ડો.હરીશ પટેલ બોમ્બ અને બુલેટ પ્રૂફ લેટેસ્ટ ટેક્નોલોજીવાળી અને કંપલીટ કોમ્પ્યુટરાઈઝ્ડ હાઇડ્રોજનથી ચાલતી સેલ્ફ ડ્રાઇવિંગ, થ્રી ડોરવાળી મર્સિડીઝ બેન્જો લાવ્યા અને કારની પાછળના કાચ પર કોમ્પ્યુટરથી લખાવ્યું;” ચામુંડા મા ની કૃપા !!!
- એશિયાની મોટામાં મોટી 1800 બેડની સિવિલ હોસ્પિટલનું આધુનિકરણ કરવું હતું પણ વચ્ચે ખોડિયાર માતાનું મંદિર નડતું હોવાથી એમડી ડોક્ટર એવા સાયન્સના ખેરખાં સુપ્રિટેન્ડેન્ટ ,પુજારીને મનાવવા ગયા તો પુજારીએ દાણા નાખીને ધૂણીને કહ્યું કે માતાજી ના પાડે છે.
અંગ્રેજોના સમયમાં આ જ સિવિલ હોસ્પિટલ બનતી હતી તો અંગ્રેજ ડોક્ટર મંદિર હટાવવા ગયા તો હોસ્પિટલનું બાંધકામ આગળ વધતું અટકી ગયું હતું. મંદિર રહેવા દીધું તો બાંધકામ સુપેરે થયું હતું.
સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં કેન્સરના ચોથા સ્ટેજમાં દાખલ થયેલ દર્દીને ડોક્ટર તનતોડ મહેનત કરીને સારવાર કર્યા પછી દર્દીનું કેન્સર મટી જાય તો દર્દી અને તેના સગા ,ડોક્ટરને થેન્કયુ કહ્યા વગર હોસ્પિટલ પાછળ આવેલા ખોડિયાર માતાના મંદિરમાં જઈને નારિયેળ વધેરશે.
રેશનાલિસ્ટ જી, આને શું કહેશો ?અંધશ્રધ્ધા કહેશો કે……..
_આલ્પ્સ પર્વત પર બોઈંગ વિમાન તૂટી પડે અને 480 જણ માર્યા જાય પણ એક જણ બચી જાય અને બીજી મદદ ના આવે ત્યાં સુધી એક મહિના સુધી અસ્તિત્વ ટકાવી રાખવા મુસાફરોનું માંસ ખાઈ જીવિત રહે એને શું કહેશો ? રામ રાખે તેને કોણ ચાખે કે બીજું કંઈ !!! ( આ સત્ય ઘટના છે. )
12 જૂનના રોજ અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ ઘટનામાં બે ભાઈઓ બે ઇમરજન્સી ડોર પાસે બેઠા હતા. વિમાન ઉડાન ભરે એ પહેલાં એર હોસ્ટેસ ઇમરજન્સી ડોર કેવી રીતે ખોલવું તે દરેક યાત્રિકને સમજાવતી હોય છે. એ પછી વિમાન ઉડ્યુ અને પડ્યું એ સમયગાળા દરમ્યાન એક ભાઈએ ઇમરજન્સી ડોર ખોલ્યું અને બચી ગયો. બીજો ઇમરજન્સી ડોર પાસે જ હોવા છતાં તેણે ડોર ના ખોલ્યું આથી મરી ગયો. આને શું કહેશો???
બચી ગયેલાને ડોર ખોલવાનો સંકેત કોણે આપ્યો?
અર્ક:::::::::
આયુર્વેદ સર્જરી નથી કરી શકતું એ મર્યાદા છે. એલોપથી પાસે કુદરતી સ્ત્રોતની મેડિસિન નથી એ મર્યાદા છે જ્યારે નેચરોપથીની અમર્યાદા એ છે કે તે દવા અને સર્જરી વગર માત્ર લાઈફ સ્ટાઈલ ચેઈન્જ કરવાથી રોગો જડમૂળથી મટાડે છે.
જળ પડે કે આકાશ પડે, પથ્થરને શો ફર્ક પડે ? સંબંધોનું પણ એવું જ છે. ફક્ત શરીરો એકબીજાની ખબરઅંતર પૂછે. એનાથી કશું વધતું નથી. જ્યાં સુધી મનથી મનનું મિલન થતું નથી ત્યાં સુધી સામાજિક સંબંધ કોરોકટ રહી જાય છે. ને તૂટી જાય છે. સાચો સંબંધ ઘણના ઘા મારવાથી પણ તૂટતો નથી, ફટકિયા મોતી જેવો સંબંધ તૂટી જાય છે.
—–સંત કવિ તુકારામ
ઈલાજ:::::::
જમતાં પહેલાં લીંબુના રસમાં એક નાનકડો આદુનો ટૂકડો ખાવાથી ભૂખ વધી જાય છે.
—–આજે બસ આટલું જ,
—–શુભ રાત્રિ
આપનો જ,
——ડો.હરીશ પટેલ