ઉપરોક્ત ફોટો જર્જરિત સ્લમ કવાટર્સનો નથી, પણ ઓફિસર્સ ફ્લેટ્સના 5/58 ના બકુલભાઈ સોલંકીના ફલેટનો છે. નસીબદાર છે સોલંકી, કેમ કે તેઓ રહેતા નથી માટે તેમનું પરિવાર બચી ગયું.
બ્લોક નંબર- 4 ની પાણીની ઓવરહેડ ટાંકી તૂટવાની તૈયારીમાં છે.
સૌથી વધુ જર્જરિત બ્લોક નંબર 6 છે. 6/68 માં રહેતા કિરીટ મહેતા તેમની પત્નીના અવસાન પછી બીજે રહેવા જતા રહ્યા છે. તેમના બંધ મકાનમાંથી તેમની નીચે રહેતા રાકેશભાઈના ઘરમાં સતત પાણી પડે છે એમ તેમણે મને જાણ કરી હતી.
મોટાભાગના ફ્લેટ્સની સિલીંગમાંથી ગાબડાં પડી રહ્યાં છે.
માટે જેઓ રિ-ડેવલપમેન્ટ માટે સંમત નથી તેઓ માનવતા ખાતર સંમતિ આપે એવી રહીશો વતી ડો.હરીશ પટેલ વિનંતી કરે છે. નહીંતર જાનહાનિ માટે તૈયાર રહે.







