એક માણસ બજારમાં બંધ બોટલમાં જિન્ન વેચવા બેઠો હતો. એક જણ ત્યાં આવ્યો તો વેચનારે કહ્યું કે આ એવો જિન્ન છે જે કામ કરતાં વર્ષો લાગે તે ચપટી વગાડતાં જ કરી દે છે. અને તેની કિંમત છે માત્ર એક કરોડ રુપિયા. પણ એક શરત છે જો કામ નહી બતાવો તો તમને ખાઈ જશે. પેલાએ જિન્ન ખરીદી લીધો, અને એને લઈને ઘરે આવ્યો.
તેણે જિન્નને કહ્યું મારા માટે બત્રીસ પકવાન બનાવ. જિન્ને ચપટી વગાડી, બત્રીસ પકવાન હાજર. જિન્ને કહ્યું આકા કામ બતાઓ. તેણે કહ્યું મારા માટે સાત માળની હવેલી બનાવ. જિન્ને ચપટી વગાડીને સાત માળની હવેલી બનાવી દીધી. એ પછી એને જે જે કામ યાદ આવતાં ગયાં, જિન્નને બનાવતો ગયો. એક સમય એવો આવ્યો કે કોઈ કામ બાકી ના રહ્યું. પછી એણે દોટ મૂકી ને ભાગ્યો. પાછળ જિન્ન. ભાગતાં ભાગતાં ॐ રુપમજીના આશ્રમમાં આવ્યો ને વિગતે બધી વાત કરી. ॐ રુપમજીએ આઇડિયા આપ્યો. એટલામાં ખાઉં ખાઉં કરતો જિન્ન આવી પહોંચ્યો અને બોલ્યો; આકા કામ બોલો. એણે કહ્યું કે આખી દુનિયામાં ઉંચામાં ઉંચો વાંસ લઈ આવ. જિન્ને ચપટી વગાડી અને વાંસ આવી ગયો. પછી પેલાએ કહ્યું; ” હવે આના પર ચઢ ને ઉતર, ઉતર ને ચઢ્યા કર. “.
સાર:::::
વાંસ એટલે આપની દ્રષ્ટી. અને જિન્ન એટલે આપનું મન. મનને કામ જોઈએ. જો કામ ના આપો તો તમારી પાછળ પડી જાય, ખાવા દોડે. દ્રષ્ટીને શ્વાસ પર રોકો ને મેડિટેશન કરો. અને ભગવાનનું નામસ્મરણ કરે તો જીવન સાર્થક થાય. નહીં તો એમ્પટી માઇન્ડ ઈઝ એ વર્કશોપ ઓફ ડેવિલ. અર્થાત નવરું મગજ એ શેતાનનું કારખાનું છે. આ દુનિયામાં માનવજાત માટે સૌથી ખરાબ બાબત એ છે કે પ્રવૃતિ કર્યા વગર નવરા બેસીને તળિયા વગરના વાહિયાત વિચારો કરવા. બધા દુઃખો અને બીમારીઓની જડ આ છે.

અર્ક::::::::
The book is a film that takes place in the mind of reader.

કિંમત જોયા વગર વસ્તુઓ ખરીદો અને ઘડિયાળ જોયા વગર મહેનત કરો. સફ્ળતા તમારા કદમ ચૂમશે.

સિક્સર::::::
ફાંદ એટલે શું ? તમારી માલિકીના પ્લોટ પર ગેરકાયદેસર બાંધકામ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *