લવ ઈન રિલેશનશિપમાં રહેતો આધુનિક યુવા વર્ગ ઘરના ભાણાનો સ્વાદ માણવા, માથામાં હાથ ફેરવી વ્હાલ કરે અને બાળકોને લોરી સંભળાવીને ઉંઘાડે તથા રાત્રે વારતા સંભળાવે એવાં 60 થી 94 વર્ષનાં દાદીમા ભાડેથી રાખવાના કલાકના બે હજાર રૂપિયા રોકડા ( 3300 યેન ) આપે છે.
આ કલ્પના નથી પણ જાપાનમાં જોવા મળતી વરવી વાસ્તવિકતા છે.
ભારતમાં એક સેવાભાવી સંસ્થાએ મોટા મોટા શહેરોમાં બોર્ડ લગાવ્યા છે કે ” જોઈએ છે માવતર “
જે સંતાનો માતા-પિતાની સંભાળ કે દેખરેખ ના રાખતા હોય તેમને આ સંસ્થા સાચવવાનું પ્રશંસનીય કામ કરે છે.
અર્ક:::::
મજા પડે તો તરત હું મિજાજ બદલું છું,
ન આંખ બદલું ભલે પણ અવાજ બદલું છું !!!
દાદીમાનું વૈદુ::::
જો 100 વર્ષ સુધી વાળ ધોળા ના થવા દેવા હોય તો રોજ એક જાસુદનું લાલ ફૂલ પાનની જેમ મોંમાં મૂકી દો. મોંની ગરમીથી ઓગળીને ધીરેધીરે ફૂલનો રસ શરીરમાં જવાથી ધોળા થયેલા વાળ કાળા થવા લાગશે, ટાલ કે ઉંદરી હોય એને વાળ આવશે. આ આયુર્વેદનો અનુભૂત પ્રયોગ ડો.હરીશ પટેલે પોતાના પર કરીને પરિણામ મેળવ્યું છે.
-સંદર્ભ:: આર્યભિષેક
( આ આયુર્વેદનો દળદાર ગ્રંથ છે. )