એક જમાનો હતો કે દૂધ સંપુર્ણ આહાર કહેવાતું હતું. અને દૂધે વાળુ જે કરે તે ઘરે ડોક્ટર ના જાય કહેવાતું હતું. આજે ભેળસેળના જમાનામાં શુધ્ધ દૂધ મળવું મુશ્કેલ થઈ ગયું છે. એમ કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી કે ગૌશાળાના દૂધને બાદ કરતાં વર્તમાન દૂધ સ્લો પોઈઝન છે. ભલે તે અમૂલ ,ગોવર્ધન કે કોઈપણ ડેરીનું કેમ ના હોય !!!*
યુવા વર્ગમાં બદામ, સોયા, ઓટ અને નાળિયેરનું દૂધ લોકપ્રિયતા મેળવી રહ્યું છે. આ ઉત્પાદનો માત્ર લેકટોઝ પચાવી ના શકનાર વ્યક્તિઓને જ નહીં, પરંતુ ડેરી માટે ક્રૂરતા મુક્ત અને પર્યાવરણીય રીતે ટકાઉ વિકલ્પ પણ પૂરો પાડે છે.
છટકેલ ખોપરી ટ્રમ્પ અમેરિકાના પ્રાણીઓને માંસ અને લોહીનો ચારો ખવરાવે છે તે માંસાહારી Non Veg દૂધ ભારતને પધરાવી ભારતનું અબજો ડોલરનું મોટું ડેરી બજાર સર કરવા માગે છે. તેના અંગે ટ્રેડ ડીલ માટે વાટાઘાટો ચાલી રહી છે.
જો કે કુદરતની દ્રષ્ટીએ જોઈએ તો મોટા લોકોને દૂધ પીવાની જરુર જ નથી. જો જરુરીયાત હોત તો માતાની છાતીમાંથી બાળક 5 વર્ષનું થાય પછી દૂધ નીકળવાનું બંધ થતું ના હોત !!!
વિશ્વમાં સૌથી ઓછામાં ઓછા હાર્ટ એટેક ચીનમાં થાય છે. કેમ કે ચીનમાં ગાય ભેંસો ના હોવાથી ચીનાઓ દૂધ પીતા જ નથી. ચા પણ દૂધ વગરની કાળી પીએ છે. આપણા દેશમાં વૃદ્ધો જ નહીં, બાળકો અને યુવાનોના હાર્ટએટેક અનહદ કેસ વધી ગયા એના કારણોમાં એક કારણ દૂધ પણ છે. કેમ કે હવે યુરિયા ખાતરમાંથી સિન્થેટિક દૂધ બને છે અને પીવાય છે !!!
અર્ક::::::::
બાળકના ઘડતરમાં મનની ભુમિકા મહત્વની છે. મનની શક્તિને કેન્દ્રિત કરવા હંમેશા પોઝીટીવ વિચારો કરવા જોઈએ.
લકઝરી છોડીને ઓછામાં ઓછી જરુરીયાતમાં જીવન વ્યતીત કરીને ઉંચા વિચારો કરે એ સંન્યાસી સંસારમાં રહીને સમાજોપયોગી કામો કરે એ સાધુતા અને સંતત્વને સલામ .