÷÷÷÷÷÷÷÷÷÷÷÷
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની 84 જગ્યા માટે 33 વર્ષની ઉંમર સુધીના ઉમેદવારોએ 30 જુલાઈ સુધીમાં
Ahmedabad city.gov.in પર જઈને અરજી કરી શકશે. પ્રથમ 3 વર્ષ માટે 26,000 ફિક્સ પગાર મળશે.
અર્ક::::::
ખાધા પછી શરીરમાં ઉત્પન્ન થયેલી શક્તિને સમગ્ર શરીરમાં પહોંચાડવાનું કામ વ્યાન કરે છે.
——ડો.હરીશ પટેલ
ભારત સરકાર કેમ લાચાર છે ? અરુણાચલમાં ચીન સરેઆમ બંધ બાંધે છે તોય પગલાં કેમ લેતી નથી ?
પુનર્ગઠન અધિનિયમ 1971 થી નેફાને આસામથી અલગ કરીને 21 જાન્યુઆરી 1972 ના રોજ અરુણાચલ પ્રદેશ કેન્દ્ર શાસિત પ્રદેશના રુપમાં અસ્તિત્વમાં આવ્યો હતો એમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે બુધવારે કહીને ઉમેર્યું હતું કે અરુણાચલ પ્રદેશ ભારતનો હતો, છે અને રહેશે.
અર્ક;::::::
સત્યની સાબિતી સત્ય જ આપી શકે.
—–ડો.હરીશ પટેલ
અહો વૈચિત્ર્યમ
÷÷÷÷÷÷÷÷÷÷÷÷
રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં આવેલા દેશનોક નામના શહેરમાં દુર્ગા માતાનું સ્વરૂપ એવું 600 વર્ષ જૂનું કરણી માતાનું મંદિર ઉંદરના કારણે પ્રસિદ્ધ છે.
શ્રધ્ધાળુઓ માતાજીને ચઢાવવા દૂધ, મીઠાઈ વિગેરે લઈને આવે છે. તે પહેલાં 25,000 સફેદ ઉંદરો ખાય છે. પછી ઉંદરોએ ખાધેલો એંઠો પ્રસાદ શ્રધ્ધાળુઓ ખાય છે.
આ પ્રસાદ ખાવાથી આજદિન સુધી કોઈને કંઇ નુકસાન થયું નથી, પણ ફાયદો થવાથી લાઈન લાગે છે. આથી આ દેશનોક શહેર જગ પ્રસિદ્ધ થઈ ગયું છે.
કરણી માતાના ભક્તો એવા રાજપૂતો ચૈત્રી અને અશ્વિન બંને નવરાત્રીમાં મોટા મેળા ભરાય ત્યારે અચૂક આવે છે.
સવાલ શ્રધ્ધાનો છે.
અર્ક::::::::
કોણ પોતાનું ? કોણ પારકું ? કોણ શત્રુ, કોણ ભઈ ?
ઘટઘટમાં એક જ રામ રમે ત્યાં બીજાની વાત કરવાની નઈ.
પૈસાવાળાની બકરી મરે તે ગામ જાણે,
પણ ગરીબની દીકરી મરે તે કોઈ ના જાણે.
રાજાનો કૂતરો મરે તો આખું ગામ આવે,
પણ રાજા મરે તો થોડા લોકો આવે !!!