શું તમારા બાળકની ઉંમર વધે છે પણ શરીરનો વિકાસ ના થતો હોઈ કદ ટૂંકું રહે છે ? એ CP -CEREBRAL PALSY ન્યૂરો લોજિકલ ડિસઓર્ડર છે.
જાણો::::શરીરની પોષણ ક્ષમતા ખતમ કરતા રોગ ” સેલિયાક Celiac ” ને
સેલિયાક એક ક્રોનિક ઓટોઇમ્યુન ડિસઓર્ડર ( વારસાગત સ્વયં પ્રતિરક્ષા રોગ ) છે, જેમાં ઘઉં, જવ અને રાઈમાં જોવા મળતા ગ્લુટેનનું સેવન રોગપ્રતિરોધક પ્રતિક્રિયા પેદા કરે છે અને નાના આંતરડાના સ્તરને નુકસાન પહોંચાડે છે.
આંતરડાના મ્યુકોસલ લાઇનિંગને નુકસાન પહોંચતા ખોરાકમાંથી પોષક તત્વો શોધવાની ક્ષમતામાં ખામી આવે છે. જેનાથી પોષણની ઊણપ સર્જાય છે.
લક્ષણ:::::::
બાળકોની ઉંમર વધે છે તે મુજબ શરીરનો વિકાસ થતો નથી. થાક, નબળાઈ, આયર્નની ઊણપથી એનિમિયા થાય, વંધ્યત્વ , વારંવાર ગર્ભપાત, મોંમાં ચાંદાં, પેટનું ફૂલવું, ત્વચા પર ફોલ્લીઓ,માથાનો દુખાવો અને સ્ટિયોપોરોસિસ અથવા ઓસ્ટિયોપેનિયા જેવા ન્યૂરોલોજીકલ લક્ષણ દેખાય છે.
કારણ::::::
ગ્લુટેનનું સેવન મહત્વનું કારણ છે.
જઠર તંત્રમાં ગરબડ થાય તો સેલિયાક રોગ હોઈ શકે છે.
ગ્લુટેનના એન્ટીબોડીઝ માટે દર્દીના લોહીનું પરીક્ષણ કરવામાં આવે છે.
સારવાર::::::
આ રોગની સારવારમાં ગ્લુટેન મુક્ત આહાર મુખ્ય છે. જ્યારે દર્દી ગ્લુટેન ખાવાનું બંધ કરે ત્યારે નાનું આંતરડું સાજુ થવાનું ચાલુ કરે છે. ફરી આંતરડાને નુકસાન ના થાય તેના માટે જીવનભર ગ્લુટેન ખાવાનું બંધ કરવું પડશે. પોષક તત્વોની ઉણપ માટે સપ્લિમેન્ટ્સ લેવું.
જો ગ્લુટેન મુક્ત આહાર ના લેવામાં આવે તો બાળકનો વિકાસ થતો નથી. તેનું કદ ટૂંકું રહે છે અને કોઈ પણ વાતમાં ધ્યાન લાગતું નથી અને શીખવામાં અક્ષમતા ઉભી થઈ શકે છે.
અર્ક::::::::
।।आसनेन रुजो हन्ति प्राणायामेन पातकम्: ।।
–गोरक्षशतकम्, ;2-58
અર્થાત યોગાસન કરવાથી રોગ અને પ્રાણાયામ કરવાથી પાપ નાશ પામે છે.
—-મહર્ષિ પતંજલિએ બતાવેલા અનેક પ્રાણાયામોમાં સૌથી શ્રેષ્ઠ ” પ્રાણાકર્ષણ પ્રાણાયામ ” નિ:શુલ્ક શીખવા માટે ડો.હરીશ પટેલનો સંપર્ક કરો.