મૂઓ ઝપતો ય નથી. રાત હોય કે દાડો! નવરી બજાર મંડ્યો ને મંડ્યો જ રહે છે. બધા કહે છે કે कुत्ते के भी दिन आते हैं । હાચી વાત, આ તો કૂતરા જેવો જ છે. ધોળા દા’ડે ય, બધાના દેખતાં જ…….
કયારેક થોડું થોડું ને કયારેક ત્રાસી જવાય એટલું બધું, જીવ જાય તોય એને ક્યાં કંઇ પરવા છે !!!
એ ના આવે તો ભૂખે તરસે મરું એનું દુઃખ ને રોજેય આવે તો મોત આવે એવું કરે. મારે તો બેય વાતે હખ નઈ. લાજી રે મરું, મારો જીવડો મુંઝાણો, કોને કહું આવી વાત રે ! ટોડલે ટોડલે એણે તો અંધારું કર્યું, શરમની મારી મારાથી બાર પણ નીકળાય ના !!!
——શું સમજયા તમે ! હું ( ડો.હરીશ પટેલ ) તો વરસાદની વાત કરું છું. અર્થનો અનર્થ ના કરો ભૈસા ‘બ!!!-
અર્ક::::::::::
પ્રેમમાં જીભ શિવાઈ જાય તો આંખો સુરીલી વાતો કરે છે, સામાવાળા પાસે એન્ટેના હોય તો જ સાંભળી શકે છે. નહીંતર વન વે ટ્રાફિક!!!
નાદાનોની ઉશ્કેરાટમાં અસંસ્કારની ભાષા છતી થાય છે. મારા ઘરમાં હું એકલો જ રહેતો હતો તોય મારા એક હિતેચ્છુએ છેલ્લે છેલ્લે મને કહ્યું હતું કે; ” તમારા ઘરમાં તમે ચોરી નહીં કરો એની શી ખાતરી ???!!!