લવ ઈન રિલેશનશિપમાં રહેતો આધુનિક યુવા વર્ગ ઘરના ભાણાનો સ્વાદ માણવા, માથામાં હાથ ફેરવી વ્હાલ કરે અને બાળકોને લોરી સંભળાવીને ઉંઘાડે તથા રાત્રે વારતા સંભળાવે એવાં 60 થી 94 વર્ષનાં દાદીમા ભાડેથી રાખવાના કલાકના બે હજાર રૂપિયા રોકડા ( 3300 યેન ) આપે છે.
આ કલ્પના નથી પણ જાપાનમાં જોવા મળતી વરવી વાસ્તવિકતા છે.
ભારતમાં એક સેવાભાવી સંસ્થાએ મોટા મોટા શહેરોમાં બોર્ડ લગાવ્યા છે કે ” જોઈએ છે માવતર “
જે સંતાનો માતા-પિતાની સંભાળ કે દેખરેખ ના રાખતા હોય તેમને આ સંસ્થા સાચવવાનું પ્રશંસનીય કામ કરે છે.
અર્ક:::::
મજા પડે તો તરત હું મિજાજ બદલું છું,
ન આંખ બદલું ભલે પણ અવાજ બદલું છું !!!
દાદીમાનું વૈદુ::::
જો 100 વર્ષ સુધી વાળ ધોળા ના થવા દેવા હોય તો રોજ એક જાસુદનું લાલ ફૂલ પાનની જેમ મોંમાં મૂકી દો. મોંની ગરમીથી ઓગળીને ધીરેધીરે ફૂલનો રસ શરીરમાં જવાથી ધોળા થયેલા વાળ કાળા થવા લાગશે, ટાલ કે ઉંદરી હોય એને વાળ આવશે. આ આયુર્વેદનો અનુભૂત પ્રયોગ ડો.હરીશ પટેલે પોતાના પર કરીને પરિણામ મેળવ્યું છે.
-સંદર્ભ:: આર્યભિષેક
( આ આયુર્વેદનો દળદાર ગ્રંથ છે. )
અમદાવાદમાં પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ છે.
સાબરમતી રેલ્વે કોલોની પાછળ આવેલી કોલોનીનું નામ પાકિસ્તાન કોલોની છે. છેલ્લા 35 વર્ષથી પોલીસ FRI માં આ પ્રમાણે લખે છે: ” પાકિસ્તાન કોલોની, રેલ્વે કોલોની પાસે, સાબરમતી “
એ જ પ્રમાણે વટવાના ચાર માળિયા વિસ્તારમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વિસ્તારો વંશીય માળખાના આધારે પડવાથી બોલચાલમાં અને કાયદાકીય દસ્તાવેજમાં પણ તેનો ઉલ્લેખ શ્રીલંકા અને બાંગ્લાદેશ થતો રહે છે.
અર્ક::::::::
ભીખારીઓને નાહકના બદનામ કરે છે ,યારો,
ભીખ તો દહેજમાં પણ માગે છે લોકો !!!
કામધેનુને ના મળે એક સૂકું તણખલું,
ને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે !!!
કોણ જાણે કેમ શાને આવું થાય છે,
ફૂલ ડૂબી જાય છે ને પથ્થર તરી જાય છે !!!
——આજે બસ આટલું જ,
શુભ રાત્રિ
—-માત્ર આપનો જ,
—–ॐ રુપમ જી@ડો.હરીશ પટેલ