આપણો દેશ ખેતી પ્રધાન દેશ હતો ( હવે ધર્મ પ્રધાન દેશ છે ) તે જમાનાના લોકોને કોઈએ એમ કહ્યું હોત કે તમારા ઘરમાં મોબાઇલ, ટીવી, ફ્રીજ, કૂકર, એસી, હીટર, વોશિંગ મશીન, ઇલેકટ્રીક ફેન, ઇન્ટરનેટ, ઘરની અંદર સંડાસ, કાર અને પરદેશ જવા પ્લેન હશે તો તેમના ગળે આ વાત ના ઊતરત. તેવી રીતે તમને હું આજે એમ કહું કે હવે તમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોબોટ તમારી મરજી મુજબની રસોઈ બનાવી આપશે, તમને ભાવતું, સ્વાદિષ્ટ, ગરમાગરમ ખાવાનું પીરસશે. તમારાં કપડાં ધોઈને, ઇસ્ત્રી કરીને કબાટમાં મૂકશે. ઘરમાં ખૂટી ગયેલી ચીજવસ્તુઓ લાવીને ઘરમાં તેને યોગ્ય જગ્યાએ ગોઠવી દેશે. તમારો ફેમિલી મેમ્બર માંદો પડશે તો ડાયગ્નોસીસ ( નિદાન ) કરીને પ્રોપર દવા આપશે. તમારા સંતાનોને શાળા કોલેજમાં લઈ જશે અને પાછા ઘરે લાવશે. તમારા ઘરમાં ચોરને પેસવા નહીં દે.તો તમે આ વાત નહીં માનો, પણ આમ જ બનવાનું છે.
આ ટાઢા પહોરના ગપ્પાં નથી રુઢીચૂસ્તો ! આ એઆઈ સિસ્ટમનો ઉદ્યોગ અને ફિલ્મી જગતમાંથી સમાજસેવા ક્ષેત્રમાં પ્રવેશ થઈ ચૂક્યો છે.
સૌથી કફોડી હાલત સ્ત્રીઓની થશે. સેકસને બાદ કરતાં સમાજમાં મહિલાઓનું મહત્વ નહીં રહે. એમાંય જો એઆઈ એનો પણ વિકલ્પ શોધી કાઢશે તો ??? તો તોતેર મણનો છે.

અર્ક:::::::
ધંધો કરીને તમારાં સપનાં પૂરાં કરો. નહીં તો કોઈ તમને ખરીદીને તેનાં સપનાં પૂરાં કરશે !!!

સવારે વાવેલું સદગુણોનું બીજ રાત સુધી વૃક્ષ બની શકે છે.

Lady become naughty at forty !!!
Life begins at sixty !!!
——ડો.હરીશ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *