સંગીત ચિકિત્સા
÷÷÷÷÷÷÷÷÷÷÷÷
મ્યુઝિક થેરાપી ક્લિનિકલ પ્રેક્ટિસ છે. જે સંગીતના માધ્યમથી શારીરિક, ભાવનાત્મક, જ્ઞાનાત્મક રીતે કોઈ પણ દુ:ખ કે રોગમુક્ત થવા માટે સહાય કરે છે. આ થેરાપી તાલીમબદ્ધ થેરાપિસ્ટ દ્વારા આપવામાં આવે છે.

Alzheimer અલ્ઝાઈમર એટલે કે યાદશક્તિ ઓછી થવી ( ભૂલવાની બીમારી ), Dementia ડિમેન્શીયા એટલે કે ચિત્ત ભ્રમ મનોનાશ આઘાતજનક મગજ ઈજા, Parkinson એટલે કે કંપવા, કેન્સર, Autism ઓટીઝમ એટલે કે માનસિક સ્વાસ્થ્યની એ દશા જેમાં વ્યક્તિ અન્ય વ્યક્તિઓના સંબંધ બનાવવા કે વિચારોની આપ-લે કરવામાં કઠિનાઈ અનુભવે તે, મૂડ, ચિંતા, પીડા, પિરીયડમાં દુઃખાવો અને માનસિક રોગોમાં મ્યુઝિક થેરાપી ઝડપથી મદદરૂપ થાય છે.
ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે મ્યુઝિક થેરાપીનો સ્વીકાર કર્યો છે. ચેન્નાઈ સ્કૂલ ઓફ મ્યુઝિક થેરાપીમાં તાલીમ લઈ વ્યવસાયિક થેરાપિસ્ટ બનીને સેવા અથવા આર્થિક ઊપાર્જન કરી શકાય છે.
પિરીયડ સમયે મહિલાઓને ચાર દિવસ અસહ્ય દુઃખાવો થાય ત્યારે ઘોંઘાટિયું આધુનિક ગીત-સંગીત સાંભળવાના બદલે એવરગ્રીન ઓલ્ડ ઈઝ ગોલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક અથવા જૂના ફિલ્મી ગીતો કે ભજનો સાંભળવાથી મહિલાઓને દુઃખાવામાંથી ઘણી જ રાહત મળે છે.
અલગઅલગ શાસ્ત્રીય રાગ મુજબ અલગઅલગ બીમારીઓ મટે છે . જેમને રસ હોય તેમણે ” બીમારીઓમાં શાસ્ત્રીય સંગીત ” પુસ્તકનો અભ્યાસ કરવાની ડો.હરીશ પટેલ સલાહ આપે છે.

અર્ક::::::
સચ્ચાઈને સ્વીકારી લેવી અને શક્ય હોય ત્યાં સુધી એનું સમર્થન કરવાથી અક્કલ વગરની ભીડમાંથી તમે અલગ ઊભરી આવો છો.

આજે 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શિશુપાલ રાજપૂતે લાખ્ખો રૂપિયાની પબ્લિસિટી મેળવીને યોગને એક્સરસાઇઝ ગણી છે તે તેમની ભૂલ છે. યોગ કસરત નથી પણ દૈવી શક્તિ છે. સાધના છે. અને કસરતના ફળ કરતાં યોગનું ફળ હજાર ઞણું વધુ મળે છે.

વિશ્વ સંગીત દિવસ 21 જૂને અને આંતરરાષ્ટ્રીય સંગીત દિવસ 1 ઓક્ટોબરે ઉજવાય છે.

શરીરમાં કમજોરી હોય અને લોહીની ઊણપ હોય તો શાસ્ત્રીય રાગ પીલૂ સંબંધિત ગીતો 20 મિનિટ સાંભળવાથી આશ્ચર્યજનક ફાયદો થાય છે.
——પં. સાજન મિશ્ર
પદ્મ ભૂષણ
નોંધ::::ઉંઘવાના સમયને બાદ કરતાં બાકીનો બધો સમય ડો.હરીશ પટેલ કાર ચલાવતા હોય તો પેન ડ્રાઇવમાં, પેશન્ટોની સારવાર કરતા હોય ને જાગતા હોય તે દરમ્યાન સતત હોમ થિયેટરમાં એફ એમ રેડિયો અને ઇન્સ્ટ્રુમેન્ટલ એવરગ્રીન નોન સ્ટોપ ગીતો માત્ર સાંભળતા જ નથી, સંભળાવે છે પણ ખરા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *