વિમાનના પાઇલોટ જીવ બચાવવા કરે તે ઇમરજન્સી કોલ
ફ્રેન્ચ શબ્દ મેડેનો અર્થ થાય છે ” મને મદદ કરો. ” મેડે કોલ એ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત ઈમરજન્સી કોલનો અર્થ જીવ બચાવવા માટે થાય છે. જો વિમાન કે દરિયાઇ જહાજ જોખમમાં હોય ત્યારે કટોકટીની સ્થિતિમાં પાઇલોટ મેડે, મેડે, મેડે એમ ત્રણ વાર બોલે છે.
જયારે વિમાનનું એન્જીન ફેલ થાય, આગ લાગે, નિયંત્રણ ગુમાવે, બીજા વિમાન સાથે અથડાય, કોઈ મુસાફર અચાનક બીમાર પડે , સુરક્ષા જોખમમાં હોય અને વિમાનનું અપહરણ થાય ત્યારે May Day મેસેજ ત્રણ વાર મોકલવામાં આવે છે.
આ May Day કોલ આવ્યા પછી એર ટ્રાફિક કંટ્રોલ અને તમામ ટીમો એકશનમાં આવીને વિમાનની સલામતી અને સલામત ઊતરાણ માટે તૈયારીઓ કરે છે.
અર્ક::::::
બસ, ટ્રેન કે વિમાન ઉડ્ડયન માટે શુભ મુહૂર્ત જોવામાં આવતું નથી.
વિમાન દુર્ઘટનામાં સેંકડો માણસ મરવા છતાં લોકો વિમાનમાં બેસવાનું બંધ કરતા નથી કે વિમાન ઊડવાના બંધ થતા નથી.
કાર, બસ, ટ્રેન કે પ્લેનની મુસાફરીમાં સૌથી ઓછી દુર્ઘટના ટ્રેનમાં થાય છે. સૌથી વધુ અકસ્માત કારના થાય છે. માટે દેખાડો કરવા કે સોશિયલ સ્ટેટસ માટે થતી કારની મુસાફરી ટાળો.અને ટ્રેનની મુસાફરી કરો.
શુભ મુહૂર્ત જોઈને થતા લગ્ન પછી લાખ્ખો વર-કન્યાઓ જિંદગીભર ફેમિલી કોર્ટના ચક્રવ્યૂહમાં ફસાય છે.
સારા કામ કરવા માટે બધો સમય શુભ છે.