ભારતમાં તબીબી ક્ષેત્રે ટેલીમાર્કેટિંગ દ્વારા કે છાપાઓમાં જાહેરાત તરીકે જ ખોટા દાવાઓ થાય છે .આમાં પાછો કોઈ દર્દીને ટી.વી., છાપાં કે રેડિયો પર રજુ કરીને ખાત્રી કરાવવામાં આવે છે કે ફલાણો રોગ મટી ગયો ત્યારે તો હદ વટાવી નાખે છે.
સચોટ જ્યોતિષીની આગાહી કરનાર જયોતિષીઓ અને તાંત્રિકો પણ કપટ પૂર્ણ સાબિત થાય છે.
ધર્મગુરુઓ જ્યારે કટ્ટરવાદીઓ બની જાય છે ત્યારે હિંસા આચરે છે. મણિપુરમાં બે ટ્રાઇબ્ઝ , ઇસ્લામમાં શિયા અને સુન્ની, ખ્રિસ્તીમાં કેથોલિક અને પ્રોટેસ્ટન્સ , બુદ્ધમાં મહાયાન અને હીનયાન વચ્ચે ધર્મ ભક્તિ કે રાષ્ટ્ર ભક્તિ જ્યારે અતિ અતિશય બની જાય છે ત્યારે હિંસક પ્રવૃતિઓ આચરે છે.
રાજકારણીઓ કે ચૂંટણીના ઉમેદવાર સત્તા પર આવશે તો આકાશના તારા તોડીને દેશવાસીઓને આપવાની વાતો કરે છે. અને પોતાનો પક્ષ સૌથી વધુ પ્રમાણિક અને અસરકારક હોવાના દાવા કરે છે.
દુનિયાનો દરેક વાદ, સામ્યવાદ હોય કે સમાજવાદ, રાષ્ટ્રવાદ હોય કે મૂડીવાદ, જગતના કલ્યાણ માટેની અને પૃથ્વી પર સ્વર્ગ લાવવાની વાતો કરે છે પણ મદદ અંશે તે ખોટા અને અતિશયોક્તીપુર્ણ સાબિત થયા છે.
અત્યારે એમ લાગે છે કે બધા વાદોમાં લીબરલ ડેમોક્રસી અને ગ્રાસરુટ ડેમોક્રસી ધરાવતા વાદના રાષ્ટ્રોને સફળતા મળી છે અને ત્યાંના નાગરિકો સુરક્ષિત જીવન જીવે છે.
અર્ક::::::::
ભલે તમને તમારા નજીકના સગાંઓ ઉપર ગમે એટલો વિશ્વાસ હોય તો પણ તમારી અંગત વાતો એમને ના કહો. ” હળવા ” થવા માટે કહેવાએલી આવી વાતો જ આખરે તો એમની નજરોમાં તમને ” હલકા ” સાબિત કરતી હોય છે.
સંવેદનશીલતા ઇશ્વરે આપેલી અમૂલ્ય ભેટ છે, જે આપણા અસ્તિત્વને કરુણા, દયા, પ્રેમ, આશા, ઉત્સાહ, ઉમંગ, સેવા, સહાનુભૂતિ અને સમર્પણ જેવા ગુણોથી ભરી દઈ જીવનમાં જીવતેજીવત સ્વર્ગ બતાવી દે છે.
——ડો.હરીશ પટેલ